About Us

નિત્યપાઠ – એક માતાની ભક્તિમાંથી જન્મેલો વિચાર

અમારી પ્રેરણા – સ્વર્ગસ્થ શ્રીમતી અંસુયા જયેશ ભટ્ટ

દરેક ઘરમાં કેટલીક એવી પરંપરાઓ હોય છે, જે માત્ર રોજિંદી આદત નથી હોતી, પરંતુ પરિવારના સંસ્કાર અને જીવનનો એક ભાગ બની જાય છે.

મારા માટે આવી જ એક પરંપરા હતી મારી માતા, સ્વર્ગસ્થ શ્રીમતી અંસુયા જયેશ ભટ્ટનો રોજનો નિત્યપાઠ.

તેઓ વહેલી સવારે ઊઠતાં, પોતાની દિનચર્યા પૂર્ણ કર્યા પછી શાંતિથી બેસીને ભગવાનનું સ્મરણ અને પાઠ કરતાં. તેમની આ નિયમિત સાધના લગભગ એક કલાક જેટલી ચાલતી. આ તેમના દિવસનો એક અભિન્ન હિસ્સો હતો.

તેમની આ ભક્તિ, શ્રદ્ધા અને નિયમિતતાએ મારા મન પર ઊંડી છાપ છોડી છે.

૨૦ જૂન, ૨૦૨૩ના રોજ, અષાઢી બીજના પવિત્ર દિવસે, તેઓ આપણને છોડીને પરમધામ પધાર્યાં. આ દિવસ મારા માટે હંમેશાં ખાસ રહેશે. તેમની યાદ સાથે જોડાયેલી આ તારીખ અને તેમનો ભક્તિભાવ મારા હૃદયમાં સદાય જીવંત રહેશે.

નિત્યપાઠ નામ પાછળની ભાવના

મારી માતાની રોજની આ ભક્તિમાંથી જ 'નિત્યપાઠ' નામનો વિચાર સહજ રીતે આવ્યો.

મને લાગ્યું કે માત્ર મારા ઘરમાં જ નહીં, પરંતુ અનેક ઘરોમાં લોકો પોતાના દિવસની શરૂઆત ભગવાનના સ્મરણ, ચાલીસા, આરતી, સ્તોત્ર કે અન્ય પાઠથી કરતા હશે. કોઈ માટે આ એક પરંપરા હશે, તો કોઈ માટે મનની શાંતિ અને શ્રદ્ધા સાથે જોડાવાની રીત.

આ જ ભાવનાને આગળ વધારવાનો એક નાનકડો પ્રયાસ એટલે નિત્યપાઠ.

આજના ડિજિટલ યુગમાં નિરંતર પાઠ માટે એક શાંત જગ્યા

હું પોતે પણ નિયમિત પાઠ કરું છું. આજના ડિજિટલ યુગમાં મોબાઇલ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. હવે ઘણા લોકો પૂજા-પાઠનાં પુસ્તકોની જગ્યાએ મોબાઇલ પર જ ચાલીસા, આરતી અને સ્તોત્ર વાંચવાનું પસંદ કરે છે.

પરંતુ જ્યારે મેં આ રીતે પાઠ કરવા માટે વિવિધ વેબસાઇટ્સ શોધી, ત્યારે એક બાબત વારંવાર અનુભવાઈ—પાઠની વચ્ચે જાહેરાતો, પૉપ-અપ્સ અને બીજી બિનજરૂરી બાબતો ધ્યાન ભંગ કરતી હતી.

મને વિચાર આવ્યો કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરવા, પાઠ કરવા કે પ્રાર્થનામાં થોડો સમય વિતાવવા બેસે, ત્યારે તેને આવી કોઈ વિક્ષેપની જરૂર ન હોવી જોઈએ.

આ વિચારમાંથી નિત્યપાઠનું નિર્માણ થયું.

નિત્યપાઠનો હેતુ સરળ છે: એક એવું ડિજિટલ સ્થાન બનાવવું જ્યાં તમે શાંતિથી તમારો પાઠ કરી શકો—કોઈ જાહેરાત વિના, કોઈ અનાવશ્યક વિક્ષેપ વિના. માત્ર તમે, તમારો પાઠ અને તમારા આરાધ્ય દેવ.

અમારી નાની શરૂઆત, એક સુંદર ભાવના

નિત્યપાઠ માત્ર ધાર્મિક પાઠોનો સંગ્રહ નથી. તે આપણા સંસ્કાર, પરંપરા અને શ્રદ્ધા સાથે જોડાયેલો એક નાનકડો પ્રયાસ છે.

અમે ઇચ્છીએ છીએ કે આજની પેઢી પણ આપણી પ્રાર્થનાઓ, સ્તોત્રો, આરતીઓ અને ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલી રહે. લોકો પોતાના રોજિંદા જીવનમાં થોડો સમય ભગવાનના સ્મરણ માટે ફાળવી શકે અને આ પરંપરા આવનારી પેઢી સુધી પહોંચે.

મારી માતાએ પોતાના જીવનમાં જે નિયમિતતા અને ભક્તિભાવથી નિત્યપાઠ કર્યો, તેની પ્રેરણા આજે આ માધ્યમ દ્વારા આગળ વધે—એ જ અમારી ભાવના છે.

માતાની ભક્તિમાંથી જન્મેલો આ વિચાર, હવે સૌના નિત્યપાઠ માટે.

જય શ્રી કૃષ્ણ 🙏

સ્વર્ગસ્થ શ્રીમતી અંસુયા જયેશ ભટ્ટ – નિત્યપાઠની પ્રેરણા

NityaPath – An Idea Inspired by a Mother's Daily Prayers

Our Inspiration – Late Shrimati Ansuya Jayesh Bhatt

Every family has certain traditions that become much more than daily habits. They become part of the family's values, identity and way of life.

For me, one such tradition was the daily prayer practice of my mother, Late Shrimati Ansuya Jayesh Bhatt.

She would wake up early, complete her morning routine and then sit down peacefully for her daily Path. As far as I remember, this practice would usually last for about an hour. It was an important and regular part of her day—a time devoted to prayer, remembrance and devotion to God.

Her faith, devotion and discipline left a lasting impression on me.

On 20 June 2023, the auspicious occasion of Ashadhi Beej, she left for her heavenly abode. This date will always hold a special place in my heart. Her memory, along with the devotion she practised every day, continues to inspire me.

The Thought Behind the Name NityaPath

The name NityaPath came naturally from my mother's daily practice.

I began to think that there must be many people and families who start their day with a prayer, a Chalisa, an Aarti, a Stotra or some form of daily Path before moving on to their everyday responsibilities.

For some, it is a family tradition. For others, it is a moment of peace, faith and connection with God.

NityaPath was born from this simple thought—to create a place that supports and encourages this everyday connection with our spiritual roots.

A Peaceful Space for Prayer in a Digital World

I also follow a regular Path myself. And like many people today, I increasingly find myself using a mobile phone to read prayers, Chalisas, Aartis and Stotras instead of referring to physical prayer books.

While looking for websites where I could comfortably do my daily Path, I often encountered the same problem: advertisements, pop-ups and unrelated content appearing in between the prayers.

I felt that when someone sits down to pray, remember God or spend a few quiet moments in devotion, that experience should not be interrupted by unnecessary distractions.

That thought led to the creation of NityaPath.

Our purpose is simple: to provide a dedicated, advertisement-free digital space where people can read and follow their daily prayers peacefully.

No advertisements in between. No unnecessary distractions. Just you, your Path and your connection with the Divine.

A Small Beginning with a Meaningful Purpose

NityaPath is more than a collection of devotional prayers. It is a small effort to preserve and carry forward our traditions, values and spiritual practices.

We hope to make it easier for people to stay connected with our prayers, scriptures, Aartis and Stotras in their everyday lives. We also hope to introduce younger generations to these traditions and help pass them on to the generations that follow.

The devotion and discipline with which my mother followed her daily Path continue to inspire this initiative.

If NityaPath helps even one person begin their day with prayer, find a moment of peace or reconnect with their spiritual roots, we will feel that this effort has found its purpose.

An idea born from a mother's devotion, now a space for everyone's daily prayers.

Jai Shri Krishna 🙏

Digital Solutions

Lorem Ipsum hasbeen standard daand scrambled. Rimply dummy text of the printing and typesetting industry

Creative Work

Lorem Ipsum hasbeen standard daand scrambled. Rimply dummy text of the printing and typesetting industry

Digital Marketing

Lorem Ipsum hasbeen standard daand scrambled. Rimply dummy text of the printing and typesetting industry

Professional Skills

Mirum est notare quam littera gothica, quam nunc putamus parum
claram anteposuerit

Web Design

All our projects incorporate a unique artistic image functional.

Web Development

All our projects incorporate a unique artistic image functional.

Web Agency

All our projects incorporate a unique artistic image functional.
નિત્ય પાઠ એપ Nitya Path - તમારી ભક્તિ, તમારી સાથે
નિત્ય પાઠને હોમ સ્ક્રીન પર ઉમેરો
ચાલીસા, આરતી અને સ્તોત્રનો નિયમિત પાઠ હવે એક જ જગ્યાએ. સરળતાથી ખોલો અને દરરોજ ભક્તિ સાથે જોડાયેલા રહો.
📱 iPhone પર Nitya Path ઉમેરવાની રીત
  1. બ્રાઉઝરના Share બટન અથવા મેનુ પર ક્લિક કરો.
  2. Add to Home Screen પસંદ કરો.
  3. Add બટન દબાવો.
  4. હવે Nitya Path તમારા Home Screen પર દેખાશે.