શ્રી ચામુંડા ચાલીસા

મા ચામુંડા માતાનું દિવ્ય સ્વરૂપ – Chamunda Mata Darshan

મા ચામુંડા એ આદિશક્તિનું ઉગ્ર અને કલ્યાણકારી સ્વરૂપ છે. ભક્તિભાવથી શ્રી ચામુંડા ચાલીસાનો પાઠ કરવાથી માતાના આશીર્વાદ, કૃપા અને રક્ષણની પ્રાર્થના કરવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક માતાનું સ્મરણ કરી આ પવિત્ર ચાલીસાનો પાઠ કરો અને જીવનમાં સુખ, શાંતિ તથા શક્તિની કામના કરો.

॥ દોહા ॥

ચામુંડા જયકાર હો, જય જય આદિ માત !
પ્રસન્ન થાઓ પ્રેમથી, ભમતી ભુવન સાત !

જય ચામુંડા જય હો માતા, દુ:ખ હરી આપો સુખ શાતા.
ત્રણે લોકમાં વાસ તમારો, તુહિં એક હો સાથ અમારો.

ચંડ મુંડનાં મર્દન કીધાં, અસુર ગણોનાં રક્ત જ પીધાં.
હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે, સિંહ ઉપર તુ જનની રાજે.

હાહાકાર અસુર ગણ કરતા, જ્યાં માં તમારાં ચરણો પડતાં.
હું હું નાદે યુદ્ધ તુ કરતી, શત્રુ હણી અટ્ટહાસ્ય તુ કરતી.

યુગે યુગે અવતાર તુ ધરતી, ભાર ભૂમિનો સઘળો હરતી.
સંતજનો ને ઋષિઓ પુકારે, દેવગણો પણ શરણે તારે.

જય ચામુંડા જય કંકાલી, તુહિં અંબિકા તુહિં કાલી.
મંગલમયી તુ મંગલ કરજે, ભવ ભવ કેરાં દુખડાં હરજે.

અસુર ગણોને તેં જ વિદાર્યા, દેવગણો ભયહીન બનાવ્યા.
ભક્તજનો ને નિર્ભય કરતી, સઘળા એનાં સંકટ હરતી.

હ્ર્રીં ચામુંડા શ્રી કલ્યાણી, દેવ ને ઋષિગણ થી અજાણી.
કોઈ ના તારો મહિમા જાણે, બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે.

દે બુદ્ધિ હરી લે સહુ સંકટ, ભકતો સમરે થાય તુ પરગટ.
જય ૐકારા, જય હુંકારા, મહા શક્તિ જય અપરંપાર.

જગદંબા ન વાર લગાવો, પુકાર સુણી દોડી આવો.
દુઃખ દરિદ્રતા મૈયા કાપો, સંકટ હરીને આનંદ સ્થાપો.

જય શંકરી સુરેશ સનાતન, કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન.
કલિ કાળમાં તુહિં કૃપાળી, તુ વરદાતા તુહિં દયાળી.

તુ આનંદી આનંદ નિધાન, તુ જશ આપે અરપે તુ માન.
વિદ્યા દેવી વિદ્યા દોને, જડતા અજ્ઞાન સૌ હરી લોને.

પળ પળ દુઃખ ના વિષ જ ડંખે, બાળક તારું અમરત ઝંખે.
પ્રલયકાળે તુ નર્તન કરતી, સહુ જીવોનુ પાલન કરતી.

મેધ થઇ મા તુ ગર્જતી, અન્નપુર્ણા તુ અન્ન અર્પતી.
સહસ્ત્ર ભૂજા સરોરૂહ માલિની, જય ચામુંડા મરઘટવાસિની.

કરુણામૃત સાગર તુહિં દેવિ, જ્યોતિ તમારી સોહે દેવી.
જય અંબિકા ચંડી ચામુંડા, પાપ બધાં વિરાદે તુ ભૂંડા.

એક શક્તિ તુ બહુ સ્વરૂપા, અકથ ચરિત્રા શક્તિ અનુપા.
જય વિદ્યા જય લક્ષ્મી તુ છે, જય ભક્તિ અમ જ્ઞાન જ તુ છે.

અખિલ નિખિલમાં તૂ ઘૂમનારી, સકલ ભવનમાં તુ રમનારી.
હું હું હું હુંકાર કરતી, સર્જન કરતી વિસર્જન કરતી.

હાથમાં ચક્ર ને ત્રિશૂળ શોભે, નીરખી અસુર દૂર દૂર ભાગે.
ૐ ઐં હ્ર્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે, ત્રણે લોક તુજ કરુણા યાચે.

કૃપા કરી મા દર્શન દેજો, પાપ અમારાં સર્વ બાળી દેજો.
તુ સ્વાહા તુ સ્વધા સ્વરૂપા, યજ્ઞ તુ યજ્ઞની તુજ છે ભોક્તા.

તુ માતા તુ હવિ ભવાની, તારી ગતિ કોઈએ ન જાણી.
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પુજે, તુજ વિણ કોઇને કાંઇ ન સુઝે.

સ્તુતિ કરે સૌ ભક્ત અખંડે, તુ બ્રહ્માંડે ઘૂમતી ચામુંડે.
ક્ષમા કરો મા ભૂલ અમારી, યાચી રહ્યા મા ! દયા તમારી.

|| દોહા ||

સચરાચરમાં વ્યાપિની, ચામુંડા તું માત
કૃપા કરી જગદંબે, દેજો અમને સાથ.

ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे।

નોંધ: આ શ્રી ચામુંડા ચાલીસા પેજ પર અમે શક્ય તેટલી સચોટતા રાખવાનો પ્રયાસ કર્યો છે, છતાં અમે પણ મનુષ્ય છીએ. જો આ પાઠમાં કોઈ ભૂલ કે ચૂક જણાય, તો કૃપા કરીને અમને જાણ કરો — અમે તરત સુધારો કરીશું.
📧 info@nityapath.in  |  📞 9820254072

📍 ભૂલ રિપોર્ટ કરો / Report a Mistake: અહીં ક્લિક કરો / click here
💡 નવું સૂચન આપો / Suggest New Content: અહીં ક્લિક કરો / click here
💬 સંપર્ક અને ફીડબેક / Contact & Feedback: અહીં ક્લિક કરો / click here

Related Articles

નિત્ય પાઠ એપ Nitya Path - તમારી ભક્તિ, તમારી સાથે
નિત્ય પાઠને હોમ સ્ક્રીન પર ઉમેરો
ચાલીસા, આરતી અને સ્તોત્રનો નિયમિત પાઠ હવે એક જ જગ્યાએ. સરળતાથી ખોલો અને દરરોજ ભક્તિ સાથે જોડાયેલા રહો.
📱 iPhone પર Nitya Path ઉમેરવાની રીત
  1. બ્રાઉઝરના Share બટન અથવા મેનુ પર ક્લિક કરો.
  2. Add to Home Screen પસંદ કરો.
  3. Add બટન દબાવો.
  4. હવે Nitya Path તમારા Home Screen પર દેખાશે.