જય આદ્યા શક્તિ માતાજીની આરતી ગુજરાતી ભક્તિપરંપરાની અત્યંત લોકપ્રિય આરતીઓમાંની એક છે. આ આરતીમાં જગદંબા માતાનાં વિવિધ સ્વરૂપો, શક્તિ, મહિમા અને દિવ્ય સ્વરૂપનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન તેમજ માતાજીની દૈનિક પૂજામાં ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી આ આરતીનું ગાન કરે છે. અહીં વાંચો જય આદ્યા શક્તિ માતાજીની સંપૂર્ણ આરતી ગુજરાતી લિપિમાં.
જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ।
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા,
પડવે પ્રગટ્યા મા॥
ૐ જયો જયો મા જગદંબે!
દ્વિતિયા બેઉ સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવશક્તિ જાણું।
બ્રહ્મા ગણપતિ ગાPost (ગાયે), બ્રહ્મા ગણપતિ ગાયે,
હર ગાયે હર મા॥
ૐ જયો જયો મા જગદંબે!
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા, મા ત્રિભુવનમાં બેઠા।
ત્રયા થકી તરવેણી, ત્રયા થકી તરવેણી,
તું તરવેણી મા॥
ૐ જયો જયો મા જગદંબે!
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા।
ચાર ભુજા ચૌદિશા, ચાર ભુજા ચૌદિશા,
પ્રગટ્યા દક્ષિણમાં॥
ૐ જયો જયો મા જગદંબે!
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા।
પંચ તત્ત્વ ત્યાં સોહિયે, પંચ તત્ત્વ ત્યાં સોહિયે,
પંચે તત્ત્વો મા॥
ૐ જયો જયો મા જગદંબે!
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિષાસુર માર્યો।
નરનારીના રૂપે, નરનારીના રૂપે,
વ્યાપ્યા સઘળે મા॥
ૐ જયો જયો મા જગદંબે!
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી।
ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી,
ગૌરી ગીતા મા॥
ૐ જયો જયો મા જગદંબે!
અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા, મા આઈ આનંદા।
સુરનર મુનિજન સેવે, સુરનર મુનિજન સેવે,
દેવો દૈત્યો મા॥
ૐ જયો જયો મા જગદંબે!
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા।
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન,
કીધા હરબ્રહ્મા॥
ૐ જયો જયો મા જગદંબે!
દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી।
રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા,
રાવણ રોળ્યો મા॥
ૐ જયો જયો મા જગદંબે!
એકાદશી અગિયારસ, કાત્યાયની માત, મા કાત્યાયની માત।
કામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા,
શ્યામા ને રામા॥
ૐ જયો જયો મા જગદંબે!
બારશે બાળા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી અંબા મા।
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે,
ગાયે ગુણ તારા॥
ૐ જયો જયો મા જગદંબે!
તેરશે તુળજા રૂપ, તમે તારુણી માતા, મા તમે તારુણી માતા।
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ,
ગુણ તારા ગાતા॥
ૐ જયો જયો મા જગદંબે!
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા।
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહવાહિની માતા॥
ૐ જયો જયો મા જગદંબે!
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા માત, મા સાંભળજો કરુણા માત।
વસિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા,
ગાઈ શુભ કવિતા॥
ૐ જયો જયો મા જગદંબે!
સંવત સોળ સત્તાવન, સોળ અઢાવન મા, મા સોળ અઢાવન મા।
સંવત સોળે પ્રગટ્યા, સંવત સોળે પ્રગટ્યા,
રેવાને તીરે (ગંગાને તીરે)॥
ૐ જયો જયો મા જગદંબે!
ત્રંબાવટી નગરી, રૂપાવટી નગરી, મા મચ્છાવતી નગરી।
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે,
ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી॥
ૐ જયો જયો મા જગદંબે!
શિવશક્તિની આરતી, જે કોઈ ગાશે, મા જે ભાવે ગાશે।
ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી,
સુખ સંપત્તિ થાશે, હર કૈલાશે જાશે, મા અંબા દુઃખ હરશે॥
ૐ જયો જયો મા જગદંબે!
એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો।
ભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં,
ભવસાગર તરશો॥
ૐ જયો જયો મા જગદંબે!
ભાવ ના જાણું, ભક્તિ ના જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા।
વલ્લભ ભટ્ટને આપ્યો, એવી અમને આપો,
ચરણોની સેવા॥
ૐ જયો જયો મા જગદંબે!
॥ જય આદ્યા શક્તિ માતાજી ॥
📧 info@nityapath.in | 📞 9820254072
📍 ભૂલ રિપોર્ટ કરો / Report a Mistake: અહીં ક્લિક કરો / click here
💡 નવું સૂચન આપો / Suggest New Content: અહીં ક્લિક કરો / click here
💬 સંપર્ક અને ફીડબેક / Contact & Feedback: અહીં ક્લિક કરો / click here
